ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬, કલમ-૪૨(૧) હેઠળ મુસદ્દારૂપ નગર રચના યોજના-૧(વાપી) ના તા.૦૯-૧૦-૨૦૨૪ નાં રોજ અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ અધિસૂચન બાબતે યોજનાની દરખાસ્તોથી અસર પામતા કોઈ પણ વ્યક્તિને યોજનાના સંબંધમાં વાંધા-સૂચનો હોય તો અધિસૂચન પ્રસિધ્ધ થયા તારીખથી એક માસમાં લેખિતમાં વાપી નગરપાલિકા કચેરીએ રજૂ કરી શકશે. યોજનાની દરખાસ્તો તથા નકશા કચેરી સમય દરમ્યાન વાપી નગરપાલિકા, મુખ્ય કચેરી, શહીદ ધનસુખભાઈ માર્ગ, વાપી ખાતે બીજા માળે, ટાઉન પ્લાનીગ વિભાગમાં જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રહેશે